ASHOK MARTIN MINISTRIES

ધનવાન કેવી રીતે બનવું? સંપત્તિ, આરાધના અને પરમેશ્વરના રાજ્યનો સિદ્ધાંત

*ધનવાન કેવી રીતે બનવું? સંપત્તિ, આરાધના અને પરમેશ્વરના રાજ્યનો સિદ્ધાંત*

> `”પણ પહેલા તમે પરમેશ્વરના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે..” માથ્થી 6:33`

સંપત્તિ વિશે ઘણી ગેરમાન્યતાઓ ફેલાયેલી છે. કેટલાક તેને દુષ્ટ માને છે, કેટલાક તેને દુષ્ટતાનું મૂળ કહે છે, કેટલાક પૈસા માટે પોતાની પ્રામાણિકતા વેચે છે, કેટલાક પોતાના પ્રિયજનો સાથે દગો કરે છે, અને કેટલાક પૈસા માટે હત્યા પણ કરે છે. પરંતુ બાઇબલ એવું કહેતું નથી કે સંપત્તિ બધી દુષ્ટતાનું મૂળ છે; તે કહે છે કે સંપત્તિનો લોભ બધી પ્રકારની દુષ્ટતાનું મૂળ છે. (1 તીમોથી 6:10)

યહુદાએ ત્રીસ ચાંદીના સિક્કા માટે ઈસુને દગો આપ્યો, અને ઈસુએ ચેતવણી આપી કે માણસ પરમેશ્વર અને પૈસા બંનેની સેવા કરી શકતો નથી. તેથી, પ્રશ્ન એ નથી કે તમારી પાસે કેટલી સંપત્તિ છે, પરંતુ શું સંપત્તિ તમારા હાથમાં છે કે તમારું હૃદય સંપત્તિના નિયંત્રણમાં છે.

સંપત્તિ એક આધ્યાત્મિક અસ્તિત્વ છે, અને જે વ્યક્તિ તેને પોષે છે તે પણ આધ્યાત્મિક હોવો જોઈએ. શેતાન પાસે પણ સંપત્તિનો એક ભાગ હતો, જે તે ઈસુને આપવા માંગતો હતો જો ઈસુ તેની આરાધના કરે તો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સંપત્તિ અને આરાધના વચ્ચે ગાઢ સંબંધ છે, અથવા એમ કહી શકાય કે સંપત્તિ પહેલા આરાધના થાય છે.

જો તમે ઈબ્રાહીમ, ઈસ્હાક, યાકૂબ, યોસેફ, અયૂબ, દાઉદ અને સુલેમાનના જીવન પર નજર નાખો, તેમના જીવનમાં સંપત્તિ પહેલા આરાધનાણું સ્થાન હતું, અને સંપત્તિ ત્યારબાદ પ્રાપ્ત થઇ.

આ એક આધ્યાત્મિક નિયમ છે, જે ઈસુ ખ્રિસ્તે આ રીતે કહ્યું હતું: “પણ પહેલા તમે પરમેશ્વરના રાજ્ય અને તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધીજ વસ્તુઓ આપશે.” (માથ્થી 6:33)

કેટલાક લોકો પરમેશ્વરની આરાધના દ્વારા ધનવાન બને છે, જ્યારે અન્ય લોકો શેતાનની આરાધના દ્વારા સંપત્તિ મેળવે છે. પરમેશ્વરની આરાધના કરો અને ધનવાન બનો.

ખ્રિસ્તમાં તમારો ભાઈ,

પ્રેષિત અશોક માર્ટિન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Call Now Button