*એક વધુ સારો કરાર*

`મહિમા સાથે આવેલી જે સેવા અદશ્ય થવાની હતી, પછી તો આ સેવા જે અવિનાશી છે તેનો મહિમા વિશેષ છે. (2 કરિંથ 3:11)`
નવો કરાર એ આત્મા માટે મુક્તિ અને વિશ્વાસીના શરીર માટે ઉપચારનો કરાર છે, જે ફક્ત ખ્રિસ્તના વેદના અને મૃત્યુ દ્વારા આપણા પુર્નનિર્માણ માટે છે જે આપણા વિશ્વાસ અને પ્રાયશ્ચિતની સ્વીકૃતિના આધાર પર છે. શરૂઆતમાં પાપને કારણે માણસ માટે મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. (ઉત્પત્તિ 2:17.) પરમેશ્વર તેમની પવિત્રતામાં પાપ સહન કરી શકતા નથી. “જે આત્મા પાપ કરે છે, તે મરી જશે.” (હઝકિયેલ 18:4). નવો કરાર સરળ વિશ્વાસનો કરાર છે. તે માર્ક 16: 16-18 માં વ્યક્ત કરવામાં આવ્યું છે: “જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉદ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે. વિશ્વાસ કરનારાઓને હાથે આવાં ચમત્કારિક ચિહ્નો થશે, મારે નામે તેઓ દુષ્ટાત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે, સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.” (માર્ક 16:16-18)
જ્યારે ઈસુ પૃથ્વી પર હતા, ત્યારે તે બીમારોને સાજા કરવા દરેક જગ્યાએ જતા હતા. તેમનું સાજાપણું આપવાનું સેવાકાર્ય એ લોકોનું ધ્યાન દોરવાનું અને તેમને સાબિત કરવાનું હતું કે તેમની પાસે પૃથ્વી પર પાપોને માફ કરવાની શક્તિ છે. સ્વર્ગમાં પાછા ફરતા પહેલા, તેમણે તેમના શિષ્યોને એક આજ્ઞા આપી: “તેથી તમે બધાજ દેશોમાં જાઓ અને સર્વ લોકોને મારા શિષ્યો બનાવો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપો: મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરતા શીખવતાં જાઓ” (માથ્થી 28:19-20) તે વસ્તુઓ શું છે? તે આ છે: “માંદા લોકોને સાજા કરો. મરેલાને જીવતા કરો. રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો. હું તમને આ સાર્મથ્ય વિના મૂલ્યે આપું છું. માટે તમે પણ દરેકને વિના મૂલ્યે આપો.” (માથ્થી 10:8)
આપણે પણ એ શિષ્યો જેવા છીએ જે પ્રભુની આજ્ઞા અનુસાર ઉપદેશને શીખવતા ગયા હતા.- માંદા પર હાથ મૂકો અને પ્રભુ તેમના વચન પ્રત્યે સાચા છે. “પરમેશ્વર આપણી સાથે કામ કરશે, અને સંકેતો દ્વારા વચનની પુષ્ટિ કરશે.” (માર્ક 16:20) જો આપણે તેમના વચનોમાં વિશ્વાસ કરીશું અને તેમની આજ્ઞાઓનું પાલન કરીશું, તો આપણી સંખ્યામાં એક પણ નબળું વ્યક્તિ હોવું જોઈએ નહીં. આપણે હજી પણ એ જ પરમેશ્વરની સેવા કરીએ છીએ, પરંતુ “એક સારા કરાર” હેઠળ (હિબ્રુઓ 8:6)
ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન