
“તમારી પડતર જમીન ખેડો”
> તમારા માટે ન્યાયીપણું વાવો; અડગ પ્રેમ લણો; તમારી પડતર જમીનને વાવો, કારણ કે પરમેશ્વરને શોધવાનો સમય આવી ગયો છે, જેથી તે આવીને તમારા પર ન્યાયીપણાની વર્ષા કરે. હોશિયા 10:12 ESV અનુસાર
“તમારા માટે ન્યાયીપણાની વાવણી કરો.” — ન્યાયીપણુ ફક્ત વિશ્વાસ નથી – તેને બીજની જેમ વાવવાની જરૂર છે. આજ્ઞાપાલનનું દરેક કાર્ય, દરેક પ્રાર્થના, દરેક પસ્તાવો જમીનને અલૌકિક પાક માટે ખેડે છે. _ગલાતીયા 6:8: “જે આત્મા માટે વાવે છે તે આત્માથી અનંતજીવન લણશે_.”
અને જ્યારે આપણે ન્યાયીપણામાં વાવીએ છીએ, ત્યારે પણ પરમેશ્વર આપણા બીજ કરતાં વધુ પાક બનાવે છે – આપણી સંપૂર્ણતા દ્વારા નહીં, પરંતુ તેમની કરુણા દ્વારા. _સ્તોત્રસંહિતા 103:10: “તેમણે આપણા પાપો મુજબ આપણી સાથે વ્યવહાર કર્યો નથી; કે આપણા અન્યાય મુજબ આપણને બદલો આપ્યો નથી.” પરમેશ્વરની દયા એ વરસાદ છે જે આપણા વિશ્વાસમાં વાવેલા બિજને વધારી દે છે.
“તમારી પડતર જમીનને ખેડો” એટલે હૃદયના કઠણ વિસ્તારોનો સામનો કરવો – ટેવો, અભિમાન, નિરાશાઓ, અથવા આધ્યાત્મિક શુષ્કતા જે વૃદ્ધિનો પ્રતિકાર કરે છે. પરમેશ્વર એવી જમીનમાં નવું બીજ રોપી શકતા નથી જેને ખેડવામાં આવી ન હોય. પુનરુત્થાન ત્યાંથી શરૂ થાય છે જ્યાં પસ્તાવાનું હળ ઊંડે સુધી પ્રવેશ કરે છે. _ઈર્મિયા 4:3: “તમારી પડતર જમીનને ખેડો, અને કાંટા વચ્ચે વાવો નહીં._”
ન્યાયિપણાની શોધ એ આકસ્મિક શોધ નથી; તે ખંતપૂર્વકની શોધ છે. જ્યારે આત્મા તમારા હૃદયને પ્રાર્થના કરવા માટે પ્રેરે છે, ત્યારે તે તમારો “નિયુક્ત સમય” છે. વિલંબ તમારી આગને ઓલવી નાંખે છે. _યશાયા 55:6: “જ્યાં સુધી પ્રભુ મળી શકે ત્યાં સુધી તેને શોધો; જ્યારે તે નજીક હોય ત્યારે તેને હાંક મારો.”
વરસાદ તરત પડતો નથી – તે ધીરજ પછી આવે છે. પ્રાર્થનામાં દ્રઢતા દુષ્કાળની ઋતુઓને ન્યાયીપણાના વરસાદમાં ફેરવે છે. જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી વેદી પર રહો. _યાકોબ 5:7: “ખેડૂત પોતાનો મૂલ્યવાન પાક જમીનમાંથી ઊંગે ત્યાં સુધી રાહ જુએ છે. ખેડૂત ધીરજથી પોતાના પાકને મળનાર પ્રથમ વરસાદ અને અંતિમ વરસાદની રાહ જુએ છે..” આ વરસાદ પુનરુત્થાન અને નવીકરણ બંને છે – એક એવો વરસાદ જે હૃદયને નરમ પાડે છે, રાષ્ટ્રોને પુનઃસ્થાપિત કરે છે, અને ખ્રિસ્તના ન્યાયીપણાને સાચા પાક તરીકે પ્રગટ કરે છે. યોએલ 2:23: _”તે તમારા માટે વરસાદ વરસાવશે, એટલે પ્રારંભનો અને અંતનો વરસાદ અગાઉની જેમ વરસાવશે_.”
હાલેલુયા 🙌
ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન