ASHOK MARTIN MINISTRIES

તમારા બોલાવવાનું સન્માન

*તમારા બોલાવવાનું સન્માન*

`”પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે પરમેશ્વર સંબંધિત બાબતોમાં લોકો વતી પરમેશ્વર સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે….કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ પરમેશ્વરે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી પરમેશ્વરથી જ થાય છે.” હિબ્રૂઓ 5:1,4`

 

આગેવાન બનવું એ હંમેશા એક મોટું સન્માન છે – પછી ભલે તે રાજકારણમાં હોય, સરકારમાં હોય, શિક્ષણમાં હોય કે પ્રભાવના અન્ય કોઈપણ ક્ષેત્રમાં હોય. લોકોને માર્ગદર્શન અને પ્રભાવિત કરવાની જવાબદારી સોંપવી એ એક વિશેષાધિકાર છે જે ખુબ જ મહત્વપૂર્ણ છે. જોકે, પરમેશ્વરના ઘરમાં આગેવાન બનવું એ તેનાથી પણ મોટું સન્માન છે, કારણ કે તે એક એવી ભૂમિકા છે જે ખ્રિસ્તની પોતાની છે. તે તેમના કાર્ય, તેમના દ્રષ્ટિકોણ અને તેમના રાજ્ય વિશે છે.

 

જ્યારે તમને પરમેશ્વરના ઘરમાં આગેવાની લેવા માટે બોલાવવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ થાય કે તેમણે તેમના કાર્યનો એક ભાગ તમને સોંપ્યો છે. તે ખૂબ મોટી વાત છે! માથ્થી ૧૬:૧૮ માં, આપણા પ્રભુ ઈસુએ કહ્યું, _” આ ખડક પર હું મારી મંડળી બાંધીશ, અને તે મંડળીની સામે હાદેસની સત્તાનુંજોર ચાલશે નહિ.”_ ધ્યાન આપો કે તેમણે એમ ન કહ્યું કે, “ચાલો આપણે મારી મંડળી બાંધીએ”; તેમણે કહ્યું, _”હું મારી મંડળી બાંધીશ.”_ આનો અર્થ એ છે કે મંડળી બાંધવાનું કાર્ય આખરે તેમનું છે.

 

તેમની યોજનાને પૂર્ણ કરવા માટે આપણે જે કાર્ય કરીએ છીએ તેનો દરેક ભાગ એક મોટી જવાબદારી છે. પરમેશ્વરે તમને તે બધું એકલા કરવા માટે બોલાવ્યા નથી, તેમણે તમને તેમની સાથે કામ કરવા માટે બોલાવ્યા છે. નિષ્ફળતા ફક્ત ત્યારે જ મળે છે જ્યારે તમે તેમના માટે કામ કરવાનો પ્રયાસ કરો છો. પરંતુ સફળતા તેમની સાથે કામ કરવાનું પરિણામ છે.

 

તેમની સાથે ઉપદેશ આપો, અને તમારા સંદેશા અસરકારક રહેશે. તેમની સાથે નેતૃત્વ કરો, તમારું નેતૃત્વ અસરકારક રહેશે અને લોકો સમૃદ્ધ થશે. તેમની સાથે પાદરી બનો, અને જેઓ તમને અનુસરે છે તેઓને કોઈ અભાવ રહેશે નહીં. તેમની સાથે સેવા ચલાવો, અને સેવામાં કોઈ કમી રહેશે નહીં. તેમની સાથે બીમારો પર હાથ મુકો, અને તમે ચમત્કારો જોશો.

 

ખ્રિસ્તમાં તમારો ભાઈ,

પ્રેષિત અશોક માર્ટિન

1 thought on “તમારા બોલાવવાનું સન્માન”

  1. Shantilal Makwana.

    જ,હા , એકદમ સાચું છે.. પ્રભુ ને સાથે રાખીને અને પ્રભુ ની પ્રેરણા લઈએ તો સર્વ બાબતમાં કોઈ પણ સારું કરવામાં સફળતા હાંસલ થાય છે…પ્રભુ આપણી આગેવાનીમાં સામર્થ્ય આપે છે.. સર્વ બાબતમાં પ્રભુને માન અને મહિમા હો..

Leave a Reply to Shantilal Makwana. Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Call Now Button