*મરિયમની પસંદગી*

`ફક્ત એક જ વાત મહત્વની છે, મરિયમે યોગ્ય પસંદગી કરી છે; અને તે તેની પાસેથી કદાપિ લઈ લેવામાં આવશે નહિ. લૂક 10:42`
બાઇબલ આપણને મરિયમ અને માર્થા વિશે ઘણું કહેતું નથી. પરમેશ્વર ઘણી વાર આવા વિવિધ વ્યક્તિત્વના લોકોને એક જ પરિવારમાં મૂકે છે. મરિયમ જો સૂર્યનાં પ્રકાશ સમાન હતી તો માર્થા વીજળીના ચમકારા સમાન હતી. મરિયમનું વલણ જીવનની દરેક બાબતોને જીણવટપૂર્વક જોવા તરફ હતું અને ગુલાબની સુગંધ લેવા માટે થોભવા તરફ હતું. જયારે માર્થા ગુલાબ ચૂંટવાની, દાંડીને એક ખૂણા પર ઝડપથી કાપવાની અને તેની ફૂલદાની બનાવનાર લોકોમાંથી હતી. એનો અર્થ એ નથી કે એક સાચું અને એક ખોટું છે. આપણે બધા જુદા છીએ, અને તે એ જ છે જેમ પરમેશ્વરે આપણને બનાવ્યા છે. દરેક વ્યક્તિત્વની પોતાની શક્તિ અને નબળાઈઓ હોય છે.
પરંતુ તે રસપ્રદ છે કે જ્યારે ઈસુએ માર્થાને સુધારી ત્યારે તેમાંણે કહ્યું ન હતું કે, “તું તારી બહેન મરિયમ જેવી કેમ ન બની શકે?” તે જાણતા હતા કે માર્થા ક્યારેય મરિયમ નહીં બની શકે અને મરિયમ ક્યારેય માર્થા નહીં બની શકે. પરંતુ જ્યારે બંનેને એક જ પસંદગીનો સામનો કરવો પડ્યો – કામ કરવું કે સેવા કરવી – ઈસુએ કહ્યું, “મરિયમએ વધુ સારો ભાગ પસંદ કર્યો છે.”
ખ્રિસ્ત સાથે માર્થાની નિખાલસતા અગાઉની ઓળખાણને પ્રતિબિંબીત કરે છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં, આ દિવસે મરિયમએ બીજા કોઈને સેવા આપવાનું પસંદ કર્યું જેથી તેણી કંઈક સાંભળી શકે. એવું દરરોજ નથી હોતું કે પરમેશ્વરનાં પુત્ર તમારા ઘરે આવે. તેથી તેણી પરંપરાની અવગણના કરે છે, તેણી સામાજિક શિષ્ટાચાર તોડે છે, અને તેણી ઈસુની નજીક જાય છે. શક્ય તેટલું ઈસુની નજીક. તેણી પોતાની જાતને આ વ્યક્તિ તરફ આકર્ષિત થવાથી રોકી શક્તી નથી. શું ઈસુ મસીહા હોઈ શકે છે જે લોકો કહે છે કે તે છે? મરિયમ વિચારે છે. તેણીને કોઈ વાંધો નથી કે તેણીને ગેરસમજ થઈ શકે. તે ગુરુની પ્રશંસા કરે છે. તેણીએ વધુ સારો ભાગ પસંદ કર્યો.
ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન