ASHOK MARTIN MINISTRIES

એલ-રોઈ” પરમેશ્વર જે આપણને જુએ છે

“ એલ-રોઈ” પરમેશ્વર જે આપણને જુએ છે.

`અને પરમેશ્વર જે તેની સાથે વાત કરતા હતા, તેમનું નામ તેણે એલ-રોઈ એવું પાડયું, કેમ કે તેણે કહ્યું, “જે મને જુએ છે તેના પર અહીં મારી દષ્ટિ પડી શું?” ‭ઉત્પત્તિ 16:13`

“એલ-રોઈ” નો અર્થ પરમેશ્વર જુએ છે. એવો થાય છે. અને તે સત્ય છે. ‘એલ-રોઈ’ શબ્દનો ઉપયોગ જુના કરારમાં હાગારનાં પાત્રએ પરમેશ્વર માટે કર્યો હતો. જયારે સારાયએ હાગાર ને દુઃખ દીધું ત્યારે તે તેની પાસેથી ભાગી ગઈ હતી. હાગાર અરણ્યમાં શૂરનાં માર્ગે પાણીના ઝરા પાસે હતી, ત્યારે પરમેશ્વરનાં દૂતએ તેને જોઈ. હાગાર જંગલમાં એકલી અને નિરાશ હતી જયારે હાગારની મુલાકાત પરમેશ્વરનાં દુત સાથે થઈ, ત્યારે તેને અનુભવ થયો કે પરમેશ્વર તેને જુએ છે. તેણે અનુભવ કર્યો કે “એલ-રોઈ” પરમેશ્વરએ તેને તેના દુઃખમાં જોઈ અને તે સાક્ષી આપે છે કે, તેઓ જીવિત પરમેશ્વર છે, જે દરેકને જોવે છે.

આ “એલ-રોઈ” શબ્દને હજુ આપણે ઊંડાણપૂર્વક સમજીએ. પવિત્રશાસ્ત્રમાં, _ “યોબ 1:8 વચનમાં કહે છે. “શું તે મારા સેવક યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ તથા પ્રમાણિક બીજો કોઈ પુરુષ નથી.” પરમેશ્વરની સામે દેવદૂતો અને શેતાન હાજર થાય છે ત્યારે પરમેશ્વર યોબની પ્રમાણિકતા અને નિર્દોષ જીવન વિશે કહે છે._ ‘યોહાન 1:48’ માં “નથાનીએલ પ્રભુને કહે છે કે, તું મને ક્યાંથી ઓળખે છે? ઈસુએ તેને ઉત્તર દીધો કે ફીલીપે તને બોલાવ્યો તે પહેલા તું અંજીરનાં ઝાડ નીચે બેઠો હતો, ત્યારે પ્રભુએ તેને જોયો હતો.”
હજુ એક વચન તરફ જોઈએ,_ ‘પ્રેષિતોનાં ચરિતો 18:10’ માં પ્રભુ પાઉલને કહે છે કે, “હું તારી સાથે છું અને કોઈ વ્યક્તિ તારા પર હુમલો કરીને તને ઇજા કરશે નહીં, કારણ કે આ શહેરમાં મારાં ઘણાં લોક છે.” પરમેશ્વર પાઉલને હિંમત આપે છે કે આ શહેરમાં મેં લોકોમાં મારાં પ્રત્યેનો વિશ્વાસ જોયો છે. પરમેશ્વર સઘળું જુએ છે.

પરમેશ્વર આપણી બધીજ પરિસ્થિતિ જુએ છે. આપણે આપણા દુઃખમાં પરમેશ્વરને યાદ કરીએ છે, પરંતુ પરમેશ્વર આપણી પીડા, મુશ્કેલી, બીમારી, આપણી ભૂલો, આપણું વર્તન, આપણી આદતો, આપણો આનંદ આ સઘળી બાબતો જુએ છે, અને તેજ પરમેશ્વર આપણને એટલો પ્રેમ કરે છે કે, જયારે આવા દુઃખમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે માતા-પિતા કે મિત્રો કે સગાવ્હાલા પણ આપણી સાથેનાં હોય ત્યારે પરમેશ્વર ની અદ્ભૂત ઉપસ્થિત આપણી સાથે હોય છે કારણ કે, તે આપણને જુએ છે. અને આપણી દરેક પરિસ્થિતિને બદલવાને માટે તે શક્તિમાન છે. વચન કહે છે કે,_ “પરમેશ્વર હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે. પરમેશ્વરનું રાજ્યાસન આકાશમાં છે. તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે. સ્તોત્રસંહિતા 11:4”

ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Call Now Button