*આપણા પ્રમુખ યાજક જે આપણને અવગણી શકતા નથી!*

_ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી. હિબ્રૂઓ 4:15_
યોહાનની સુવાર્તામાં અધ્યાય 9 માં એક એવા માણસની વાર્તા કહે છે જેની પાસે ચોક્કસપણે કોઈ દુન્યવી ધન ન હતું અને જેના પર કોઈએ ધ્યાન આપ્યું ન હતું. તેણે પોતાનું આખું જીવન અવગણના કરવામાં વિતાવ્યું હતું. તે ફક્ત ધ્યાન આપવા યોગ્ય ન હતો. તે અંધ હતો; તે ભિખારી હતો.
એકવાર મુસાફરીમાં, જ્યારે અમે એક આંતરછેદમાંથી પસાર થયા ત્યારે, મેં જોયું કે એક વૃદ્ધ માણસ જૂના સૈન્યના કપડાં પહેરેલો રસ્તાની બાજુમાં ઊભો હતો, અને તે એક નિશાની પકડીને ઊભો હતો: “ભોજન માટે કામ કરીશ.” લગભગ તમામ લોકો સિગ્નલ બદલાવાની રાહ જોતા હતા, તે તેમની નજર તેમનાથી દૂર રાખતા. કેટલાક મુસાફરો તેને અમુક ભોજન માટે આપતા, પરંતુ વધુ વખત લોકો તેને ધ્યાન ન આપવાનો ઢોંગ કરતા. તેનું જીવન એવુ હતું, યોહાને જે વ્યક્તિ વિશે લખ્યું હતું! લોકો જયારે જતા તયાતે બીજી રીતે જોવાનો પ્રયત્ન કરતા હતા; તે તેમનું ધ્યાન ખેંચવા માટે કંઈક કરવાનો પ્રયાસ કરતો હતો. તેને અવગણના કરવાની આદત હતી.આ કામ જે તે કરતો હતો. તે આજીવિકા માટે તેણે જે કર્યું તે હતું.
આ ભિખારી માટે, દરેક અજાણી વ્યક્તિ તેની અવગણના કરનારા લોકોની ભીડમાં માત્ર એક બીજો ચહેરો હતો. પણ ઈસુ માટે એવુ ન હતું. આ વાર્તાના પહેલા જ શબ્દો છે કે _“તે ચાલતા હતા ત્યારે તેણે [ઈસુ] જન્મથી અંધ વ્યક્તિને જોયો.”_ વાર્તામાં આ પહેલો ચમત્કાર છે. અહીં એક માણસ માત્ર અંધ જ નહીં, પણ અદ્રશ્ય છે. બીજા મનુષ્યે આવી વ્યક્તિ પર મોઢું ફેરવ્યું તેને કેટલાં વર્ષ થયાં હતાં? પરંતુ ઈસુ, જેની પાસે જવા માટે ઘણી બધી જગ્યાઓ હતી અને કરવા માટે ઘણાં બધા કામ હતા ( _“જયારે તે ચાલતા હતા…”_) જયારે ખરેખર તમણે તેને જોયો. ઇસુએ પરાધીનતા અને અનામીમાં જીવતા તેના જીવનના દુઃખ અને નિરાશાને જોયા. ઈસુએ એક એવા જીવનની નિરાશા જોઈ હતી જે અનંત રાતમાં જીવે છે જેની ક્યારેય પરોઢને થતી નહીં.
ઈસુ જેવું કોઈએ ક્યારેય જોયુ નથી. આપણા તારણહાર આપણા પ્રમુખ યાજક છે જે આપણને અવગણી શકતા નથી. તેમણે જોયું કે જે રીતે રાઈના દાણા વધે છે અને ખમીર ફેલાય છે. જ્યારે તમારી ઠેકડી ઉડાડવામાં આવે અને નિંદા કરવામાં આવે ત્યારે તેમણે દરેક દુઃખ અને અન્યાય જોયું; જ્યારે તમે મોટા થતા ગયા અને હવે તમે તમારી ઉંમર સુધી પહોંચી ગયા છો ત્યારે તેમણે તમને જોયા છે, પણ લોકોએ તમને જીવનભર દરેક જગ્યાએ નજરઅંદાજ કર્યા છે. તમે જે કંઈ પણ કરી રહ્યા છો. તેમણે તમારી નોંધ લીધી છે. તમારા મસીહાની જેમ કોઈએ ક્યારેય તમને જોયા નથી.
ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન