ASHOK MARTIN MINISTRIES

પરમેશ્વરનું રક્ષણ

પરમેશ્વરનું રક્ષણ

પણ પ્રભુ વિશ્વાસુ છે, જે તમને સ્થિર કરશે અને તમને દુષ્ટતાથી બચાવશે. 2 થેસ્સલોનિકા 3:3

માનવજાતના પાપ અને પરિણામ સ્વરૂપે મળેલા શાપને કારણે વિશ્વ જીવવા માટે એક ખતરનાક સ્થળ બની ગયું છે. લોકો કુદરતી આફતો, ગુનાખોરી, ખરાબ સ્વાસ્થ્ય અને આના થી પણ વિશેષ ઘણી એવી બાબતોથી અનિષ્ટનો શિકાર બને છે. તેથી જીવનની પીડા અને વેદનાઓથી રક્ષણ મેળવવાની ઈચ્છા થવી સ્વાભાવિક છે. શું પરમેશ્વર આપણને આવી બધી બાબતોમાં પોતાનું રક્ષણ આપવાનું વચન આપે છે?

પરમેશ્વરના વચનમાં એવા ઘણા વચનો આપણે જોઈ શકીએ છે જ્યાં આપણને પરમેશ્વર તરફથી શારીરિક સુરક્ષાનું વચન આપવામાં આવ્યું છે. દાખલા તરીકે, સ્તોત્રસંહિતા 121:3 કહે છે, “તે તારા પગને ડગવા દેશે નહિ;જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.”

એ સમજવું અગત્યનું છે કે આપણે નવા કરાર હેઠળ છીએ, જૂના કરાર હેઠળ નહીં. ખ્રિસ્તમાં વિશ્વાસીઓને શારીરિક નુકસાનથી બચાવવા માટે પરમેશ્વરને કોઈ બીજું વચન આપવાની જરૂર નથી, તે સ્વાભાવિક રીતે આપણા છે. ચોક્કસપણે અમુક એવા સમય હોય છે જ્યારે તે આપણને નુકસાન અથવા ઇજાગ્રસ્ત થઈ શકે તેવી પરિસ્થિતિઓથી બચાવવા માટે તેમની ઢાલનો ઉપયોગ કરે છે. પ્રેષિતોનાં ચરિતો 27 માં જહાજ ભંગાણમાંથી પાઉલ અને લૂકનું બચી જવું અને પ્રેષિતોનાં ચરિતો 28માં સર્પના ડંખમાંથી પાઉલનું બચવું એ તેના ઉદાહરણો છે.

જ્યારે આપણે મુક્તિ માટે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ, ત્યારે પવિત્ર આત્મા આપણા જીવનનો કબજો લઈ લે છે અને આપણે અનંતકાળ માટે મહોરબંધ થઈએ છીએ અને તે ક્ષણથી આપણને પરમેશ્વરના આધ્યાત્મિક રક્ષણ હેઠળ મૂકવામાં આવે છે.

ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Call Now Button