ASHOK MARTIN MINISTRIES

માણસો દ્વારા તરછોડાયેલ, પરંતુ પરમેશ્વર દ્વારા સુરક્ષિત!

શુક્રવાર // 10મી જાન્યુઆરી 2024


માણસો દ્વારા તરછોડાયેલ, પરંતુ પરમેશ્વર દ્વારા સુરક્ષિત!

પણ યૂસફને પરમેશ્વરનો સાથ હતો. તેણે તેના પર દયા કરી અને કેદખાનાના અમલદારની તેના પર દયા થાય તેમ કર્યુ. ઉત્પત્તિ 39:21

યૂસફના ભાઈએ તેમના વિશે સારું વિચાર્યું ન હતું. ઉત્પત્તિ 37:25 કહે છે કે તેઓએ યૂસફને ખાલી કુંડમાં ફેંકી દીધો અને ત્યારબાદ તેઓ જમવા બેસી ગયા. તેઓએ તેની સાથે જે કર્યું તેનાથી તેમની ભૂખ પણ ઓછી થઈ ન હતી! પછી તેઓએ તેને કેટલાક પસાર થતા વેપારીઓને ગુલામીમાં વેચી દીધો. આવો તમારો અનુભવ પણ હોઈ શકે છે.

કદાચ તમને તમારા પરિવાર દ્વારા અથવા તમારા જીવનમાં કોઈ અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિ દ્વારા નકારવામાં આવ્યા છે. કદાચ તમને ખબર પડી કે જે લોકો તમને પ્રેમ કરવાનો દાવો કરે છે તેઓ ખરેખર તમને પ્રેમ કરતા નથી. કદાચ તમે જેના પર ઊંડો ભરોસો કરતા હતા એવી કોઈ વ્યક્તિ તમારાથી દૂર થઇ ગઈ છે અને તમે એકલા રહેવા લાગ્યા છો. હવે તમે શું કરવા જઈ રહ્યા છો? તમે જ્યાં છો ત્યાં રહો? ફરી ક્યારેય કોઈના પર વિશ્વાસ ન કરવાનો નિર્ણય લો? આ બધું અને તેથી પણ વધુ યૂસફ સાથે થયું.

હવે યૂસફને મિસર લઈ જવામાં આવ્યો હતો. પોટીફાર, એક મિસરી જેણે તેને ઇસ્માઇલીઓ પાસેથી ખરીદ્યો હતો, જ્યાં તેની પત્નીની છેડતી કરવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો… અને યૂસફના શેઠે તેને પકડી લીધો અને તેને જેલમાં નાખ્યો, જ્યાં રાજાના કેદીઓ બંધયેલા હતા: અને તે ત્યાં જેલમાં હતો. [પરંતુ] પરમેશ્વર યૂસફની સાથે હતા. પરમેશ્વરે તેને મિસરના ઉપરી અધિકારી તરીકે ઉઠાવ્યો તે પહેલાં યૂસફને 12 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો.

લોકો કહેશે, “યુસફની પારિવારિક પૃષ્ઠભૂમિ ખરાબ હતી.” હા, પણ પરમેશ્વર યુસફની સાથે હતા.” તેઓ કહી શકે છે, “તેના ભાઈઓ તેને સહન કરી શક્તા ન હતા અને તેને ઈર્ષા કરતા હતા” સાચું, પરંતુ તેમ છતાં પરમેશ્વર યુસફની સાથે હતા.” તે બરબાદ થઇ ગયો હશે અને તેને ખુબ જ ખરાબ લાગ્યું હશે. તેમ છતાં, “પરમેશ્વર યુસફ સાથે હતા.” માણસો દ્વારા તરછોડાયેલ હોવા છતાં, તે પરમેશ્વર દ્વારા સુરક્ષિત હતો. પરમેશ્વર એ જ રીતે તમારી સંભાળ રાખે છે.

ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Call Now Button